Connect Gujarat
વડોદરા 

વડોદરા: કોર્પોરેશન દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ,સરકારના આદેશ બાદ તંત્ર જાગ્યુ

રાજ્ય સરકારના નિર્દેશના પગલે સતર્ક બનેલ વડોદરા કોર્પોરેશન વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર નિયંત્રણની કામગીરીમાં જોતરાઈ છે.

X

રાજ્ય સરકારના નિર્દેશના પગલે સતર્ક બનેલ વડોદરા કોર્પોરેશન વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર નિયંત્રણની કામગીરીમાં જોતરાઈ છે. કોર્પોરેશનની 09 ટીમો શહેરમાં 24 કલાક કાર્યરત રહેશે.

રાજ્યના મુખ્યમંત્રીએ રખડતા ઢોર ઉપર નિયંત્રણ હેતુ તમામ મહાનગરપાલિકાઓને જરૂરી પગલાં ભરવા સૂચના આપી છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશનની 09 ટીમો હાલ 03 શિફ્ટમાં 24 કલાકની કામગીરીમાં જોતરાઈ છે. મોર્નિંગ શિફ્ટમાં કોર્પોરેશને 38 રખડતા પશુઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 410 ઢોરવાડાના ડ્રેનેજ ,પાણી કનેક્શન બાબતે નોટિસ ફટકારી છે. જ્યારે 07 ઢોરવાડાના ગેરકાયદેસર ડ્રેનેજ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઢોરવાડા ઉભા કરનાર 110 પશુપાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. અને ટેગીંગના આધારે 07 પશુપાલકની ઓળખ થતા રસ્તા પર ઢોર રખડતા ન મુકવા ચેતવણી આપી છે. અને જ્યાં પશુઓનો જમાવડો વધુ રહેતો હોય તેવા 29 સ્થળોને આઈડેન્ટીફાય કરી ત્યાં કામગીરી સઘન બનાવી છે. જ્યારે માંજલપુર વિસ્તારમાં ઢોર પાર્ટીની કામગીરીમાં રુકાવટ ઊભી કરનાર લઘરા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને, રખડતા ઢોરની સમસ્યાથી પરેશાન લોકો માટે ટેલીફોન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. સાથે તે જ નમ્બર ઉપર લોકો ફોટો પણ મોકલી શકે છે.

Next Story