Connect Gujarat
વડોદરા 

વડોદરા : અસાધ્ય આર્થરાઈટીસને મ્હાત આપનાર શિક્ષકે યોજી કન્યાકુમારી સુધી પદયાત્રા, કર્યો યોગનો પ્રચાર…

વડોદરામાં રહેતા યોગેન સોની કે, જે ખાનગી ટ્યુશન કલાસમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને વર્ષ 2002માં કમરમાં ખૂબ દુખાવો શરૂ થયો હતો

X

આજના જમાનામાં કમરના અસાધ્ય રોગ માટે લોકો એલોપેથી પર આંધળો વિશ્વાસ કરી લાખો રૂપિયાનો વેડફાટ કરે છે, ત્યારે વડોદરાના એક શિક્ષકે યોગથી અસાધ્ય આર્થરાઈટીસને મ્હાત પણ આપી અને પાલિકાના સહયોગથી કન્યાકુમારી સુધી 15 હજાર કિલોમીટર પદયાત્રા કરી યોગનો પ્રચાર કર્યો છે.

વડોદરામાં રહેતા યોગેન સોની કે, જે ખાનગી ટ્યુશન કલાસમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને વર્ષ 2002માં કમરમાં ખૂબ દુખાવો શરૂ થયો હતો, જેનું એંક્લોઝિંગ સ્પોન્ડેલાઈટીસ હોવાનું નિદાન થયું હતું. જેને ખૂબ જ ગંભીર પ્રકારનું આર્થરાઈટીસ માનવામાં આવે છે. આ રોગ આજીવન દવાઓ લેતા પણ મટી શકતો ન હોવાથી યોગેન શાહે યોગ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વર્ષ 2016થી યોગાસન સાથે સમતુલીત આહારથી આખરે 4 વર્ષ એટલે કે, 2020માં તેમને આર્થરાઈટીસથી છુટકારો મળ્યો છે. યોગેન શાહનું કહેવું છે કે, બાદમાં કોરોના કાળ આવતા ઘણા વિદ્યાર્થીઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા, જેથી તેમણે તમામ રોગનો ઈલાજ યોગ છે, એ ઝુંબેશ સાથે વડોદરાથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરવાનું વિચાર્યું, જેમાં વડોદરા મહાનગર પાલિકાએ તેમને 16 ઓક્ટોબરે તમામ સાથ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યોગથી આર્થરાઈટીસ જેવા અસાધ્ય રોગને મ્હાત આપનાર યોગેન શાહનું લક્ષ્ય પૃથ્વીની પરિઘ જેટલું એટલે કે 40,000 કિલોમીટર ચાલીને યોગનો પ્રચાર-પ્રસાર કરવાનું રહ્યું છે.

Next Story