Connect Gujarat
વડોદરા 

વડોદરા : સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી વચ્ચે ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી, તંત્રની કામગીરી સામે સવાલ..!

વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે.

X

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે, આ વચ્ચે સરકારી ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે. તેવામાં શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા નજીક આવેલ સરકારી ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, દીવાલ ધરાશાયી સમયે શાળા બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. ટ્રાફિકની અવરજવર વચ્ચે દિવાલ ધરાશાયી થતાં નજીકથી પસાર થતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, સરકારી ઇમારતની ચકાસણી કેવી રીતે અને કેટલી યોગ્ય રીતે કરવામાં આવી તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે હાલ તો પોલીસે બેરીકેટ મુકી રસ્તો કર્યો કોર્ડન કરી JCB દ્વારા મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરી છે.

Next Story