/connect-gujarat/media/post_banners/14b9002510f6901e86a439deed685a2e5d4729ee09d9b695f77db8fd2acd2234.jpg)
વડોદરાની એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ટેકસટાઇલ એન્ડ એપરલ ડિઝાઇન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના કામને રજૂ કરવામાં આવ્યા હતા
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ટેકસટાઇલ એન્ડ એપરલ ડિઝાઇન વિભાગના ત્રણેય વર્ષના 150 જેટલા વિદ્યાર્થીઓમાં આખા વર્ષ દરમિયાન કરેલા વર્કને બ્લ્યુ પ્રિન્ટ શિર્ષક હેઠળ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં ડિસ્પ્લેને ત્રણ લેવલ પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું બેઝિક વર્ક, બીજા વર્ષના વિદ્યાર્થીઓનું એડવાન્સ વર્ક અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ફેન્સી અને ટ્રેન્ડી આઉટફિટને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.જેનો કલાપ્રેમીઓએ લાભ લીધો હતો