Connect Gujarat
વડોદરા 

વડોદરા : રાવપુરામાં ટ્રાફિકને અડચણરૂપ રહેતા વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી, દુકાનદારોમાં નારાજગી...!

રાવપુરા વિસ્તાર ખાતે ટ્રાફિકને અડચણરૂપ રહેતા વાહનો ઉપર ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરતાની સાથે જ દુકાનદારોમાં નારાજગી જોવા મળી છે.

X

વડોદરા શહેરના રાવપુરા વિસ્તાર ખાતે ટ્રાફિકને અડચણરૂપ રહેતા વાહનો ઉપર ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરતાની સાથે જ દુકાનદારોમાં નારાજગી જોવા મળી છે.

વડોદરા શહેરનો બિઝીએસ્ટ રોડ એટલે રાવપુરા રોડ... આ વિસ્તારમાં દુકાનોની બહાર પાર્કિંગ થતાં વાહનો ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે. ટ્રાફિક વિભાગ દ્વારા આવા વાહનો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે જેમાં વ્યાપારીઓ તથા દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, આશરે પાંચેક વર્ષ પહેલા જ આવી સમસ્યા ઉદ્ભવી હતી, ત્યારે તે સમયના ધારાસભ્યએ નિરાકરણ લાવ્યું હતું, અને જણાવ્યું હતું કે, રોડની બન્ને સાઈડ ઉપર પાર્કિંગ કરી શકાશે, પણ તે વાહનો ટ્રાફિકને અડચણરૂપ ન રહે તેની તકીદારી રાખવી પડશે, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા વ્યાપારીઓ તથા દુકાનદારો પોતાની દુકાનની સામે લાગતા વાહનોને ઓડ ઇવન પ્રકારે પાર્કિંગ ન કરાતા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે વ્યાપારીઓ તેમજ દુકાનદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Next Story