વડોદરા: વિધર્મી પ્રેમીએ 2.5 લાખ ન આપવા પડે એટલે પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને માટીના ઢગલામાં દાટી દીધી

હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો

New Update
વડોદરા: વિધર્મી પ્રેમીએ 2.5 લાખ ન આપવા પડે એટલે પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને માટીના ઢગલામાં દાટી દીધી

વડોદરામાં સાત વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતી પરિણીત પ્રેમિકાને વિધર્મી યુવકે અઢી લાખ માટે મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના સામે આવી છે વડોદરા શહેર નજીક આવેલ પોર GIDCમાં રહેતી પરિણીત પ્રેમિકાને સાતથી આઠ વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા વિધર્મી પ્રેમીએ અઢી લાખ રૂપિયા પરત આપવાના છેલ્લા વાયદાએ બોલાવી ગળું દબાવી હત્યા કર્યાની ઘટના સામે આવી છે.

Advertisment

હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો. આખરે વરણામા પોલીસે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કરી આરોપી વિધર્મી પ્રેમીને પણ ઝડપી લીધો છે.વડોદરા નજીક આવેલ પોર GIDCમાં રહેતી 35 વર્ષિય મિત્તલબેન રાજુભાઇ બાવળીયા નામની યુવતીને છેલ્લા સાત-આઠ વર્ષથી ઇસ્માઇલ ઇબ્રાહિમ પરમાર (રહે. ગામ. ખેરડા. તા કરજણ, જી. વડોદરા) સાથે પ્રેમ સંબંધ હતો. મિત્તલ પરિણીત છે અને તેના લગ્ન રાજુભાઇ બાવળિયા સાથે થયેલા હતા. પરંતુ ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હોવાથી મિત્તલે ઇસ્માઇલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રૂપિયા મિત્તલ વાંરવાર પરત માંગતી હતી.

પરંતુ ઇસ્માઇલ રુપિયા પરત આપવાને બદલે વાયદા પર વાયદા કરતો હતો. મિત્તલના રૂપિયાની માંગણી વધતા આખેરે ઇસ્માઇલે તેની હત્યા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતું.ઇસ્માઇલે મિત્તલ પાસે રૂપિયા પરત કરવા માટે છેલ્લો વાયદો માંગ્યો હતો. જેથી મિત્તલે ઇસ્માઇલ પર ભરોસો કર્યો હતો. પરંતુ ઇસ્માઇલના મનમાં કંઇક અલગ જ ચાલી રહ્યું હતું.

ઇસ્માલ ગત 22 જાન્યુઆરી 2022ના રોજ સાંજે મિત્તલ પાસે પહોંચ્યો હતો અને તેને બાઇક પર બેસાડી પોર GIDC પાસે આવેલ કાશીપુરા-સરાર રોડ પર આવેલ રમણગામડી ગામની સીમમાં ખુલ્લી જગ્યા લઇ ગયો હતો. જ્યાં તેણે મિત્તલને માટીના ઢગલા પર ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ગળું દબાવી દઇ તેની હત્યા કરી નાખી હતી. જ્યાર બાદ મિત્તલની લાશને તેણે માટીના ઢગલામાં દાટી દીધી હતી અને કશું જ બન્યું ન હોય તેમ ઘરે પરત ફર્યો હતો.

Advertisment
Read the Next Article

વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી.

New Update
  • સીએમના કાર્યક્રમમાં થયો હોબાળો

  • બે મહિલાઓએ સીએમને કરી રજૂઆત

  • હરણી બોટકાંડની બે મહિલાઓએ મચાવ્યો હોબાળો

  • મુખ્યમંત્રીએ મહિલાઓને કાર્યક્રમ બાદ મળ્યા

  • પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન 

Advertisment

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સામે CMએ કાર્યક્રમ પછી મળવા અંગે જણાવ્યું હતું.

વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા  1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા,ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માંગીએ છીએકોઈ મળવા દેતું નથી.

ત્યારબાદ મુખ્ય પ્રધાને કહ્યુંતમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છોમને મળીને જ જજો.આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઉભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.

વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કેમારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છેશું અમે આતંકવાદી છીએગુનેગાર છીએપોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.

આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.

Advertisment