/connect-gujarat/media/post_banners/69d2a02305b08d8ceea8853be27dc5395f34b7bbee2c862d9b31c7e89821606d.jpg)
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી હતી.
વડોદરાના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, ઝોન-4ના DCP પન્ના મોમાયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, પોલીસ પહોંચે એ પહેલાં લોહી લૂહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે, અને તે ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારે આક્રંદ કર્યું હતું. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટ મોર્ટમની તજવીજ હાથ ધરી છે. આ હત્યા કોણે કરી અને કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.