/connect-gujarat/media/post_banners/063eec7fce72d76e0c428d6b4a6f0e9a0e729a75af87db8b94db8d6a1f1873f7.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસવાનું યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે.તેઓએ UCC ના વિરોધને રાજકીય ગણાવ્યો હતો
વડોદરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સાંસદો સાથે બેઠક યોજી હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત હતા.તેઓએ જણાવ્યું કે UCCનો કેટલાક લોકો પોલિટિકલી વિરોધ કરી રહ્યા છે.UCC માટે હજી સરકાર કામ કરી રહી છે.
આદિવાસીઓના હિત માટે સરકાર કામ કરી રહી છે. સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજીનામાની ચીમકી આપી હતી તેના પર મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ એમનો પ્રશ્ન છે. ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ. લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે એમ પણ તેઓએ જણાવ્યું હતું.