Connect Gujarat
વડોદરા 

વડોદરા : પોલીસની અનોખી "પહેલ", કોઈપણ સંકોચ વિના યુવતીઓ કરી શકે છે પોલીસનો સંપર્ક...

X

વડોદરા શહેરમાં ચકચારી તૃષા સોલંકી હત્યા કેસ બાદ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉભા થયા છે, ત્યારે વડોદરા પોલીસે આ અંગે મદદની પહેલ કરી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, ઘણી યુવતીઓને વ્યક્તિગત સમસ્યા અથવા લવ-અફેરમાં મુશ્કેલીઓ પડતી હોય છે, છતાં તે પોલીસનો સંપર્ક નથી કરતી. તો કોઈપણ યુવતીઓને કોઇપણ પ્રકારની તકલીફ અથવા કોઇ યુવક કે, વ્યક્તિ હેરાન પરેશાન કરતા હોય તે પોલીસની શી-ટીમના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે છે. આ સાથે જ યુવતીઓ શી-ટીમ એપ પર પણ વિગત મોકલી શકે છે. કોઇપણ જાતના સંકોચ વગર યુવતીઓ અભયમ-181, પોલીસ કંટ્રોલ નંબર 100 તેમજ પોલીસની 'જિંદગી' હેલ્પલાઇન નંબર 7434888100 પર ફોન કરી શકે છે. જો, યુવતીએ ફરિયાદ ન આપવી હોય તો પણ વડોદરા પોલીસ દરેક સમસ્યામાં યુવતીઓની મદદ અને કાઉન્સેલિંગ કરવા તત્પર હોવાનું વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.

Next Story