/connect-gujarat/media/post_banners/6add2dbedf28e9ce1f4d896748a94f09232ee9d5c10f4dbe95c21cf7a042edd0.jpg)
સયાજી સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોની ધમાલ
પાર્કિંગની બાબતમાં જુનિયર ડોક્ટર સાથે કરી મારામારી
પોતાને ન્યાય મેળવવા માટે તબીબો ઉતાર્યા હડતાળ પર
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવતા લોકો સાથે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ માર મારનાર કોઈ અસામાજીક તત્વો હોવાનું જુનિયર ડોક્ટર કહી રહ્યા છે. હોસ્પિટલમાં થયેલી બબાલને લઈને જુનિયર ડોક્ટરોએ રજૂઆત કરવા માટે MLOની ઓફિસે પહોંચ્યા હતા, ત્યારે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે ડોક્ટરોએ એવું કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સેવા બંધ રહેશે. જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે, તાત્કાલિક સારવાર વિભાગ પાસે સર્વન્ટ તેમજ અન્ય શખ્સો દ્વારા જુનિયર ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. પાર્કિંગ બાબતે કોઇ ઇશ્યું થયો હતો. જે માણસો હતા તે અસામાજીક તત્વો હતા. અમારા રેસિડેન્ટને ન્યાય મળવો જરૂરી છે. અન્ય ડોક્ટરે કહ્યું કે, અમે અહીંયા રેસિડેન્ટ ડોક્ટર છે. અહીંયા અમારી સેફ્ટી-સપોર્ટ નથી. અહીંયા અમારા જુનિયર પર હુમલો કરવામાં આવ્યો છે. ડોક્ટરની સેફ્ટીનો ઇશ્યું છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી OPD સર્વિસ અને ઇમરજન્સી સુવિધા બંધ રાખવા ચીમકી ઉચ્ચારી હતી. જોકે, સયાજી હોસ્પિટલમાં થયેલ બબાલ મામલે રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.