વડોદરા : ભારતના સંવિધાનમાં INDIA શબ્દનો પ્રયોગ, ભારત-INDIA બન્ને સંવિધાનના જ ભાગ : કોંગ્રેસ પ્રભારી

ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક

New Update
વડોદરા : ભારતના સંવિધાનમાં INDIA શબ્દનો પ્રયોગ, ભારત-INDIA બન્ને સંવિધાનના જ ભાગ : કોંગ્રેસ પ્રભારી

વડોદરા ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિતીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતીમાં વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય હતી. કોંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ, હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે INDIA અને ભારત અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, ભારતના સંવિધાનમાં INDIA શબ્દનો પ્રયોગ કરાયો છે. ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી. દેશમાં શબ્દોની રાજનીતિ થઈ રહી છે, તે દુર્ભાગ્ય પૂર્ણ વાત છે. તો બીજી તરફ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, સત્તામાં રહેલી સરકાર નાગરિકોને નામો બદલીને ગેરમાર્ગે દોરી રહી છે. હાલ ગુજરાતમાં પણ મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત છે, ત્યારે નાગરિકોને જાગૃત કરવા આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જન અધિકાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories