Connect Gujarat
વડોદરા 

વડોદરા : અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વેક્સિન પ્રક્રિયા બંધ, સરકારની લાપરવાહી અંગે ઉઠ્યા અનેક સવાલો

X

અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વેક્સિન પ્રક્રિયા બંધ

કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા અનેક સવાલો

કોરોનાથી મૃત્યુ થશે તો તેના માટે સરકાર જવાબદાર

સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ અન્ય પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વેક્સિન પ્રક્રિયા બંધ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસના નેતા દ્વારા સરકારની લાપરવાહી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

હાલમાં સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યુ છે અને રોજબરોજના કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જ હવે ધીમી ગતિએ પણ કોવીડથી મૃત્યુ થઇ રહ્યાંના કેસો પણ જોવા મળી રહ્યાં છે જે ચિંતાજનક છે. તો જે બાળકો બાર વર્ષના થઇ ગયા છે તેઓને વેક્સિન ફરજિયાત છે અને જ લોકો વિદેશ જવા ઇચ્છતા હોય તેઓને પણ વેક્સિન ફરજિયાત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત અને દેશમાં પણ સરકારી કે સ્થાનિક અર્બનહેલ્થ સેન્ટરો ખાતે વેક્સિન સુવિધા બંધ છે અને જે વેક્સિનનો જથ્થો હતો તે પણ એક્સપાયર થઇ ગયો છે. આ અંગે વડોદરા કોંગ્રેસના નેતા અમીબેન રાવત દ્વારા ગત તા.28મી ડિસેમ્બરના રોજ સરકારને વેક્સિન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે ચાર મહિના વીતવા છતાં પોતાને સંવેદનશીલ ગણાવતી સરકાર લોકોના સ્વાસ્થ્ય અંગે અને કોવીડ સામે રક્ષણ અંગે સંવેદનશીલ જણાતી ન હોય તેવા આક્ષેપો સાથે આજે કોંગ્રેસના નેતા અમીબેને જણાવ્યું હતું કે જો કોરોનાથી મૃત્યુ થશે તો તેના માટે સરકાર જવાબદાર રહેશે.

Next Story