વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા

New Update
વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જોકે, પોસ્ટરો લાગતા જ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ, મળનારી સિન્ડીકેટની બેઠક તોફાની બને તેવી પણ પૂરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે.

વડોદરાની એમ.એસ.યુનિ.માં વાઇસ ચાન્સેલર પોતાની મનમાની કરવા માટે જાણીતા હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી રહી છે. તેઓ એ હદે મનમાની ચલાવે છે કે, સિન્ડીકેટ મેમ્બરો દ્વારા રજૂ કરવામાં આવતી વિદ્યાર્થીના હિતની વાતો પણ સાઇડ પર મુકાઇ જાય છે, ત્યારે તાજેતરમાં સિન્ડીકેટ મેમ્બરોએ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. છતાં પણ તેમના વર્તનમાં કોઇ સુધારો જણાયો નથી. યુનિ.માં સિન્ડીકેટની બેઠક મળવા જઇ રહી છે, તે પહેલા યુનિ કેમ્પસમાં ઠેર ઠેર એમ.એસ.યુ.ના વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ ખોવાયા છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરો લાગવાને કારણે યુનિ. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પોસ્ટરમાં વીસીનો ફોટો પણ લગાડવામાં આવ્યો છે. જેમાં વીસી લાપતા થયા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે પ્રશ્નો પુછતા લખવામાં આવ્યું છે કે, પદવીદાન સમારોહની તારીખ જણાવવાનો કષ્ટ કરો, ગત વર્ષના ફોલ્ડર અને સ્કાર્ફ આપવાનો કષ્ટ કરો, અને 30 હજાર વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાનો કષ્ટ કરો. આ પોસ્ટર મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષાના ઉદ્દેશ્યથી દાનમાં આપવામાં આવેલી યુનિ.ના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મળનારી સિન્ડીકેટની બેઠક ભારે તોફાની બની રહેવાની આગાહી છે. વીસીના સ્વચ્છંદી વલણના કારણે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે, ત્યારે હવે વિદ્યાર્થીઓની સાથે સાથે સિન્ડીકેટ મેમ્બર પણ લડી લેવાના મુડમાં છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.