વડોદરા : મતદાન જાગૃતિ અંગે બાજવાની વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા ભવ્ય સાયકલ રેલી યોજાય...

વડોદરા શહેરના બાજવા ગામ સ્થિત વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

લોકશાહીના મહાપર્વ ગણાતી ચૂંટણીઓનો ધમધમાટ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, ત્યારે મતદારો વધુ જાગૃત થાય અને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે તેની જાગૃતિ આપવા હેતુસર વડોદરાના બાજવા ગામ ખાતે આવેલ વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિના વિવિધ પોસ્ટરો સાથે સાઇકલ રેલી યોજી હતી. આ રેલી બાજવા ગામથી નીકળી કરોડિયા અને ગોરવા થઈ પરત બાજવા ગામ પહોંચી હતી. શાળાના બાળકો સહિત શિક્ષકો અને સંચાલકો પણ મતદાન જાગૃતિ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા.

Latest Stories