વડોદરા: હાઇકોર્ટમાં પિટિશન દાખલ થતા જ વાઇસ ચાન્સેલરે આપ્યું રાજીનામુ,તેઓની નિમણુંક હતી વિવાદોમાં

વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • એમ એસ યુનિવર્સિટીનાVCનું રાજીનામુ

  • નિમણૂક થઈ હતી ત્યારથી તેઓ હતા વિવાદમાં

  • વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા

  • તેઓ સામે હાઇકોર્ટમાં કરવામાં આવી પિટિશન

  • VCએ પિટિશન બાદ લીધો રાજીનામાનો નિર્ણય

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે બાદ તેઓએ આજે રાજીનામું આપી દીધું છે.

પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આજે પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે.તે દર્શાવે છે કે એમની નિમણૂંક ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઈટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકેનો ધરાવતા ન હતા.

જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ સર્ચ કમિટીમાં પણ યુજીસીના રીપ્રેઝન્ટેટિવને સમાવવામાં આવ્યા ન હતા.તેવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યકાળ પૂરો થવામાં એક મહિનો બાકી છે.

ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજયકુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું જણાઈ આવ્યું હતું અને તેમનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.