/connect-gujarat/media/post_banners/67086a65b48b7f96e6fe7c9dde671caf74a98660096afa3995d938acb117569b.jpg)
વડોદરામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
વિધાનસભા ચૂંટણીઓ નું મતદાન તા.૫ મી ડીસેમ્બર ના રોજ થવાનું છે.આ દિવસે લોકો મહત્તમ સંખ્યામાં મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ ના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.તેની એક કડીના રૂપમાં અવસર અભિયાનના ભાગરૂપે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરના માર્ગદર્શન અને અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિના દિશા નિર્દેશો પ્રમાણે રવિવાર તા.૨૦ મી નવેમ્બરના રોજ વોટેથલોન - મતદાર જાગૃતિ દોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને મતદાન અચૂક કરોનો સંદેશ આપ્યો હતો