વડોદરા: ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ 100 સેલિબ્રિટીઝના કલાત્મક પેન્સિલ સ્કેચ બનાવ્યા,જોઈને કહેશો વાહ !

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સુજલ તુષાર પંચાલ અંબે વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.

New Update
વડોદરા: ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ 100 સેલિબ્રિટીઝના કલાત્મક પેન્સિલ સ્કેચ બનાવ્યા,જોઈને કહેશો વાહ !

વડોદરામાં ધોરણ 8માં અભ્યાસ કરતા સુજલ પંચાલ નામનો વિદ્યાર્થી ચિત્રકળાની અદભૂત કલાકારી ધરાવે છે તેણે અત્યાર સુધીમાં 100 જેટલી સેલિબ્રિટીઝના ચિત્રો બનાવ્યા છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સુજલ તુષાર પંચાલ અંબે વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. બાળ કલાકાર સુજલે જણાવ્યું હતું કે, ચિત્રો દોરવાનો શોખ મને બાળપણથી જ હતો. મેં સિનિયર કે.જી.માંથી ચિત્રો દોરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ યુ-ટયુબના માધ્યમથી હું ડ્રોઈંગ વિશેની વિવિધ ટેકનિક્સ શીખ્યો હતો. મેં ડ્રોઈંગની કોઈ ક્લાસ કે પ્રોફેશનલ તાલીમ લીધી નથી. અભ્યાસની સાથે દરરોજ બે કલાક ડ્રોઈંગ કરું છું. પોટ્રેટસ્ બનાવતી વખતે આંખો ડ્રો કરવા ખૂબ ડિટેલિંગ વર્ક કરવું પડે છે. જે માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે. મારા ચિત્રો દોરવાના શોખને કારણે જ હું એકાગ્ર થઈ કલાકો સુધી વાંચન પણ કરી શકું છું.સુજલે ભવિષ્યમાં ફાઇન આર્ટ્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુજલે યુ-ટ્યુબની મદદથી ચિત્રકલા શીખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હોલિવુડ- બોલિવૂડના અભિનેતા-અભિનેત્રીઓ, સિંગર્સ, સ્પોર્ટ્સના ખેલાડીઓ સહિત 100 જેટલા સેલિબ્રિટીઝના કલાત્મક પેન્સિલ સ્કેચ પોટ્રેટ્સ્ બનાવ્યાં છે.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.