Connect Gujarat
વડોદરા 

વડોદરા : પરિક્ષા આપ્યા વિના જ જુનિયર ક્લાર્ક પરિક્ષાના પ્રશ્નપત્રો પર ફરી વળ્યું કટર મશીન...

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના રોળાયા હતા,

X

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના રોળાયા હતા, ત્યારે વડોદરા ખાતે પ્રશ્નપત્રોનો સેડિંગ મશીન દ્વારા ટૂકડે ટૂકડા કરી નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થતા હાહાકાર મચી ગયો હતો. આ પીપર લીક કાંડ બાદ પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 17 લોકોની ધરપકડ કરી છે, જ્યારે રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયું હોવાનો ATSસે ઘટસ્ફોટ કર્યો છે. તો બીજી તરફ, આ મામલે વડોદરાના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ ભાસ્કર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે જ વડોદરામાં રાખેલા જુનિયર ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નપત્રોનો અધિકારીઓ, પોલીસ તેમજ CCTVની નિગરાની હેઠળ સેડિંગ મશીન એટલે કે, કટર મશીન વડે નાશ કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ લીક થયેલા પેપરનો કોઇ મતલબ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પેપર લીક થવાની ઘટના સામાન્ય બની હોય તેમ એક બાદ એક પરિક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી જાય છે. જેને લઇને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે.

Next Story