વડોદરા: યુવાને પોતાની સેલેરીના 25% ખર્ચી સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને આપે છે મફત શિક્ષણ...!

એક યુવાને કોરોનાના કપરા કાળમાથી પસાર થયેલ અને જેઓ પૂરતું શિક્ષણ નથી મેળવી શકતા તેવા જરૂરિયાતમંદ વિધાર્થી માટે સ્ટ્રીટ લાઇટ એજ્યુકેશન શરૂ કર્યું...

New Update
વડોદરા: યુવાને પોતાની સેલેરીના 25% ખર્ચી સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને આપે છે મફત શિક્ષણ...!

વડોદરા શહેરના એક યુવાને કોરોનાના કપરા કાળમાથી પસાર થયેલ અને જેઓ પૂરતું શિક્ષણ નથી મેળવી શકતા તેવા જરૂરિયાતમંદ વિધાર્થી માટે સ્ટ્રીટ લાઇટ એજ્યુકેશન શરૂ કર્યું...

હાલનો સમય ખૂબ જ કપરો બની ગયો છે. લોકો એક બીજાની મદદ કરવામાં પણ સો વાર વિચારતા હોય છે. એવામાં વડોદરાના યુવા એક અનોખી સેવા કરી રહ્યા છે. આજે શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે. વાલીઓને બાળકોની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે વડોદરાનો એન્જિનિયર નિકુંજ ત્રિવેદી પોતાની સેલેરીની 25 ટકા રકમ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરે છે અને કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. હાલોલના ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર નિકુંજ ત્રિવેદી જણાવ્યું હતું કે, સવારથી સાંજ સુધી નોકરી કરું છું અને રોજ સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન આસપાસના સ્લમ વિસ્તારના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપુ છું. આ એવા બાળકો છે, જેમનો પરિવાર ટ્યુશન ફીનો ખર્ચ કરી શકતા નથી. બાળકોને સુએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર ભણાવવાનું શરૂ કર્યું. આ જરૂરિયાતમંદો બાળકોને સારું શિક્ષણ આપીને તેમને આગળ વધારવાનું મારુ ધ્યેય છે.

બાળકોને સારૂ શિક્ષણ મળતું થયું. વડોદરા શહેરના યુવાન નિકુંજ ત્રિવેદીના સેવા યજ્ઞના કારણે શહેરના સ્લમ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળતું થયું છે. નિકુંજની કામગીરી અન્ય યુવાન-યુવતીઓ પણ તેમની સાથે જોડાયા છે. આમ તેમની કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. ફૂટપાથ સ્કૂલમાં ભણવા આવતી ધોરણ 10ની વિદ્યાર્થિની જણાવ્યું હતું કે, અહીં સર અને મેડમ અમને ખૂબ જ સારું શિક્ષણ આપે છે. જેથી હું તેમનો આભાર માનું છું , અહીં ભણાવતા સર અમારી સ્કૂલ ફી પણ ભરે છે. અને હું પણ ભવિષ્યમાં ટીચર બનીશ અને મદદ કરીશ. નિકુંજ ત્રિવેદી પાસેથી ધોરણ 8 થી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ આજે ધોરણ 12ની પરીક્ષા આપી ચુકી છે તેને જણાવ્યું કે હું પણ મારા સરને અહીં મદદ કરવા આવું છું. સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારે મદદ કરી શકું તેવા મારો પ્રયાસ રહેશે.

Latest Stories