/connect-gujarat/media/media_files/2025/01/13/79yDiu7AUWZjiZGK2MSS.png)
આણંદ ખાતે યોજાયેલી 14મી શોટોકાન ચેમ્પિયનશીપમાં વડોદરા શહેરની કીડ્સ કેમ્પ પ્લે સ્કુલના વિહાન ભાવેશ ફલટણકરે ગોલ્ડ મેડલ મેળવી શાળા, પરિવાર તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે.
કરાટે ડુ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા આણંદ ખાતે 14મી નેશનલ શોટોકાન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ સબ જુનિયર કેડેટ જુનિયર અને સિનિયરો માટે યોજવામાં આવી હતી. કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી વિહાન ભાવેશ ફલટણકરે પણ ભાગ લીધો હતો. જેને 20થી 25 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાને ગૌરવ અપાવ્યું છે, ત્યારે ઉપસ્થિત મહાનુભાવો તેમજ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના વિહાનના કરાટેના કોચએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.