વાલિયા: શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર હાઈસ્કૂલના ૧૯૮૯ વર્ષના પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો

New Update
વાલિયા: શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર હાઈસ્કૂલના ૧૯૮૯ વર્ષના પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો

૨૮ વર્ષના લાંબા સમય બાદ દેશમાં અને દુનિયાભરમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો

વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર હાઈસ્કૂલના ૧૯૮૯ ના વર્ષમાં એસ એસ સી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગુરરૂજનોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

અંદાજે ૨૮ વર્ષના લાંબા સમય બાદ દેશમાં અને દુનિયાભરમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. જેમને સંસ્થાના હાલના મંત્રી અને તે સમયના આચાર્ય કેસરી સિંહ સાયણીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સ્નેહમિંલનમાં જે તે સમયના શિક્ષકો અને તેમના પરિવારને પણ બોલાવવામાં આવેલા હતા. સમારંભમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉમળકાભેર તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ત્રણ દાયકા પહેલાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાએ વર્ષો બાદ તમામને એક કરવાનું કામ કર્યું હતું.

આ વિદ્યાર્થીઓ પૈકીના દિવ્યેશ માંગરોલા અને અન્ય મિત્રોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ જેવા ગ્રુપને માધ્યમ બનાવી દેશમાં અને દુનિયાભરમાં ફેલાયેલા વર્ષ ૧૯૮૯માં ધોરણ ૧૦ના તેમના સહાધ્યાયીઓને શોધી કાઢયા હતા અને સોશ્યલ મીડિયા ઉપર તમામને એક પ્લેટફોમ પર એક કર્યા હતા, તો અન્ય એક વિદ્યાર્થી જયપાલસિંહ માંગરોલાએ આ સમગ્ર સ્નેહમિલન સમારંભને આયોજીત કરી તે સંપન્ન કરવા માટે કવાયત હાથ ધરી હતી.

જેના પરિણામ સ્વરૂપ આ સ્નેહમિલન સમારંભ શક્ય બન્યો હતો.જે શાળામાં વર્ષો પહેલાં ભણેલા તે શાળાના ક્લાસ રૂમમાં બેસી તે જ શિક્ષકની પાસે જે તે વખતના વિષયોને ભણવાની અને તે ઉપરાંત બગીચામાં અને પ્રાર્થના હોલ સહિતની જગ્યાઓએ ફરી વર્ષો જુના સંભારણા આ વિદ્યાર્થીઓએ વાગોળ્યા હતા. શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર વતી સન્માન કેળવણી અને વિદ્યા થકી મૂલ્યોના સંસ્કાર આપ્યા તે સંસ્થા હજી પણ આવનારા વર્ષો સુધી વાલિયા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ અને નવી પેઢી માટે સુંદર રીતે વિદ્યાનું મંદિર બની રહે તે માટે તેમાં યન્કિં ચિત સહયોગી થવા અનુરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા મિલન સમારંભમાં તેમના તમામ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યું હતું.તથા તેમનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ૧૯૮૯ ના વર્ષના આ દસમા ધોરણના વિદ્યાર્થીઓએ ખુબ આનંદ કરી અને સુંદર સંગીત સંઘ્યા સાથે આ સ્નેહમિંલન સમારંભ નું સમાપન કર્યું હતું અને ફરી પાછા આવી જ રીતે એકત્રિત થવાની અને જૂની યાદો વાગોળવાની ઈચ્છા સાથે આ વિદ્યાર્થીઓ છૂટા પડ્યા હતા.

એ ઉલ્લેખનીય છે કે આ ૨૮ વર્ષ પછી સાથે ભણેલા વિદ્યાર્થીઓ આજના આ સોશિયલ મીડિયા ના પ્રતાપે ફરીથી એક થઈ શક્યા હતા અને અભિવાદન ના પ્રત્યુતર આપતા કેસરીસિંહ સાયણીયપ્ એ જણાવ્યું હતુ કે,આ સંસ્થા નારેશ્વરના પૂજ્ય શ્રી રંગ અવઘૂત મહારાજ દ્વારા સ્થપાયેલી હતી. અને આ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ અને મૂલ્યો આ સંસ્થા થકી આવ્યા છે.

Latest Stories