વલસાડ : તિથલ રોડ પર એક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા

વલસાડ : તિથલ રોડ પર એક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા
New Update

વલસાડના તિથલ રોડ પર આવેલ એક અપાર્ટમેન્ટના ફ્લેટમાં નબીરાઓ દ્વારા માણવામાં આવી રહેલ દારૂની મહેફિલમાં પોલીસે પાડયો હતો. રંગમાં ભંગ ૧૪ નબીરાઓને ઝડપી પાડી પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી

એક તરફ દેશ કોરોનાથી ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ દેશનું યુવાધન નશામાં ડૂબી રહ્યું છે વાત છે વલસાડના તિથલ રોડ વિસ્તારની કે જ્યાં એક યુવકની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ જેટલા યુવાધન દારૂની મહેફિલ માણતા વલસાડ પોલીસના હાથે ઝડપાયા હતા. વલસાડ પોલીસના કંટ્રોલ રૂમ ઉપર ફોન આવતા વલસાડ પોલીસ દ્વારા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં 10 યુવકો અને ચાર યુવતી દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ હતી. તમામ લોકો શ્રીમંત ઘરના હોય ઘણા લોકોએ બચાવવા માટે ધમપછાડા પણ કર્યા હતા વલસાડ પોલીસ દ્વારા તમામને ધરપકડ કરી પોલીસ લોકઅપ પાછળ ધકેલી દીધા હતા અને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી મોડી રાત્રે પકડાયેલા દારૂ પાર્ટી વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

#drinking #Valsad News #alcohol #apartment #14 Nabiras caught #Tithal Road
Here are a few more articles:
Read the Next Article