વલસાડ : 33 આર.બી.એસ.કે. ધન્વન્તરી આરોગ્ય રથની જિલ્લાભરમાં સરાહનીય કામગીરી

વલસાડ : 33 આર.બી.એસ.કે. ધન્વન્તરી આરોગ્ય રથની જિલ્લાભરમાં સરાહનીય કામગીરી
New Update

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે 2 આયુષ તબીબ, 1 ફાર્માસીસ્‍ટ અને 1 એ.એન.એમ. સાથેના કુલ 33 આર.બી.એસ.કે. વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

ધન્‍વંતરી આરોગ્‍ય રથની ટીમે તા. 5 ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ફરીને 1122 ઘરોના 4459 વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો હતો. જેમાં 668 આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્‍યારે 141 લોકોને ઉકાળાનું વિતરણ અને 648 શમશમનીવટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમ્યાન 15 વ્‍યક્‍તિઓમાં સામાન્‍ય બીમારીના લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની સારવાર કરી દવાઓ આપવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #Valsad #Gujarati News #gujarat fight corona #Dhanvantari Rath #RBSK #Valsan News
Here are a few more articles:
Read the Next Article