વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો. આ યુવક 500 રૂપિયાની ડુપ્લીકેટ નોટનો જથ્થો લઈ ફરી રહ્યો હતો એસઓજીની ટીમે યુવકને 500 રૂપિયાની 586 ડુપ્લીકેટ નોટ મળી કુલ 2.93 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
વલસાડના કપરાડા વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ સાથે એક યુવક કપરાડા તાલુકા ના અલગ અલગ વિસ્તારો માં ફરી રહ્યો હોવાની બાતમી એસઓજી ને મળી હતી જેને લઈને એસઓજી એ કપરાડા આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી જેને આધારે બાતમી વાળો યુવક મોટરસાયકલ પર આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જેનું નામ પૂછતાં કિશન કાળું ભાઈ ચૌધરી રહે ઘોટવડ ગામ મૂળ ફળિયા કપરાડા હોવાનું જણાવ્યું હતું આ યુકે ની અંગ ઝડતી માં યુવકને રૂપિયા 500 ના દરની 586 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી આ યુવકને મહારાષ્ટ્ર ના ત્રંબાય્ક વિસ્તાર માંથી માધવ બામણે નામના ઈસમે આ જથ્થો આપ્યો હતો અને તેના કહ્યા મુજબ ડિલિવરી કરવાનો હતો જેમાં આ યુવક ને 5000 નું કમિશન મળવાનું હતું અને આ નોટ નો જથ્થા પેટે 40 હજાર રૂપિયા લેવા આવનાર હતા હાલ સમગ્ર મામલે આરોપી એવા ડિલિવરી બોય ની ધરપકડ કરી મહારાષ્ટ્ર ના માધવ બામને ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નાનાપોંન્ધા પોલીસ કરી રહી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170