વલસાડ : વાપીમાંથી પ્રતિબંધિત ગુટખાની હેરાફેરી કરતું કન્ટેનર ઝડપાયું

New Update
વલસાડ : વાપીમાંથી પ્રતિબંધિત ગુટખાની હેરાફેરી કરતું કન્ટેનર ઝડપાયું

વલસાડ જિલ્લાની વાપી જીઆઇડીસી પોલીસે પ્રતિબંધિત ગુટખાનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડયું છે. બનાવ સંદર્ભમાં કન્ટેનરના ડ્રાયવર અને કલીનરની અટકાયત કરવામાં આવી છે. ગુટખાનો અંદાજીત 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે….

વાપી જીઆઇડીસી  પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની એક ટીમ અમદાવાદ-  મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલાં કન્ટેનરને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી વેળા કન્ટેનરમાંથી 90 બેગ ભરીને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં રહેલો ગુટખાનો જથ્થો પ્રતિબંધિત હોવાથી ડ્રાયવર અને કલીનરની અટકાયત કરવામાં આવી હતી. બંનેની પુછપરછમાં કન્ટેનર હિંમંતનગરથી મુંબઇ જઇ રહયું હતું. કન્ટેનરમાંથી મળી આવેલાં ગુટખાના જથ્થા પર ઉત્પાદકનું નામ તથા કાનુની ચેતવણી લખવામાં આવી નથી.  મહત્વપૂર્ણ છે કે મુંબઈમાં પણ  પાન મસાલા ગુટકા અને તમાકુ પર પ્રતિબંધ છે. ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ગુટખાનો જથ્થો અન્ય રાજયમાં ઘુસાડવાનું કૌભાંડ ચાલતું હોવાની શકયતાઓ પોલીસ ચકાસી રહી છે. હિમંતનગરથી ગુટખાનો જથ્થો ભરી આપનાર તથા મુંબઇથી જથ્થો મંગાવનારને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.

Latest Stories