/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/22151637/vvvvvcd.jpg)
વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ફેલોશીપ મીશન
હાઇસ્કૂલ-ડુંગરાના વાર્ષિકોત્સવનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી
રમણલાલ પાટકરે મંગલદીપ પ્રગટાવીને કરાવ્યો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે
વાર્ષિકોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની સરાહના કરતાં
જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી
સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ આપવા માટે આવા કાર્યક્રમોની આવશ્યકતા છે. બાળકોમાં
સારા સંસ્કારનું સીંચન કરનારા માતા-પિતા અને શિક્ષકો અભિનંદનને પાત્ર છે. ભારત
દેશની એકતાની ઝાંખી સાથે વિવિધ ધર્મોના તહેવારો તેમજ અનેક ભાષાઓમાં રજૂ કરાયેલા
કાર્યક્રમો ખરેખર અભિનંદનીય છે, તેમ જણાવી ભારતીય
સંસ્કૃતિનું જતન કરવા માટે શાળા સંચાલકોએ કરેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા
માટે સૌને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે વિવિધ ક્ષેત્રે કેટેગરીવાઇઝ અગ્રેસર એવા
તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રી રમણલાલ પાટકર અને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર
વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ અવસરે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, શિક્ષણ નિરીક્ષક રાજેશ્રી ટંડેલ, વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ, શાળા સંચાલકો, શિક્ષકો, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ટીવી કલાકાર આયુષ શાહ, નગરશ્રેષ્ઠીઓ, બાળકોના માતા-પિતા
અને પરિવારજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.