/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29161733/maxresdefault-475.jpg)
દેશ માટે
સૌથી મોટુ યોગદાન પારસી સમાજે આપ્યું છે તેમ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ
ઉદવાડા ખાતે જણાવ્યું હતું. તેમણે ઉદવાડામાં ઇરાનશાહ મહોત્સવમાં હાજરી આપી હતી.
વલસાડના
ઉદવાડા ખાતે આવેલ ઈરાનશાહ ઉદવાડા ઉત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી
હતી. તેમણે જણાવ્યું હતું કે, માઇક્રો માયનોરિટી કોમ્યુનિટી હોવા છતાં પારસી કોમનું દેશ માટે મોટું
યોગદાન છે. પારસીઓએ વતન છોડી ભારત આવવું પડ્યું હતું ત્યારે સીએએના પારસી કોમ જ વધુ
સારી રીતે સમજી શકે છે.પારસી સમાજે એનું સત્વ અને તત્વ ગુમાવ્યું નથી. પારસી
સમાજે કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી બસ આપતા રહ્યા છે. દેશમાં મોટી સંસ્થાઓ તેમની
દેન છે. સીએએ બિલના
સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાગરિકતાએ દેવાની વાત છે લેવાની
નહીં...ભાગલા બાદ ની વ્યવસ્થામાં તમામ જ્ઞાતિ ને મોકો મળ્યો પણ હિન્દૂઓ એમાં અટવાઈ
ગયાં.અન્ય જ્ઞાતિઓની હાલ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હાલત ખુબ જ
ગંભીર છે.