વલસાડ : કોરોના સંક્રમણને અટકાવવા ઘનિષ્ઠ કામગીરી, જિલ્લા કલેકટરે નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી

New Update
વલસાડ : કોરોના સંક્રમણને અટકાવવા ઘનિષ્ઠ કામગીરી, જિલ્લા કલેકટરે નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહયા છે. જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. દરેક તાલુકામાં થયેલી કામગીરીની રીવ્‍યુ બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં મળી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રાવલે કામદારો બહારગામ કે, અન્‍ય કંપનીમાં કામ કરતા હોય તો તેમનું નાઇટ સ્‍ક્રીનિંગ કરવા, નોકરી ધંધા માટે બહારગામ આવન-જાવન કરતા લોકોની વિગતો રાખવા, દરેક તાલુકામાં ૧૦૦ કોવિડ બેડની વ્‍યવસ્‍થાનું આયોજન કરવા, કોવિડ સેન્‍ટર ખાતે સ્‍ટાફ સહિત આનુસાંગિક તમામ સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટેની તમામ તૈયારી રાખવા, જિલ્લાના મહારાષ્‍ટ્ર રાજયના સરહદી વિસ્‍તારના લોકોને આવન-જાવન માટે મુશકેલી ન પડે તે માટે જરૂરી પ્રવેશ પાસ આપવાની વ્‍યવસ્‍થા ગોઠવવા પણ જણાવ્‍યું હતું. ઔદ્યોગિક એકમોમાં કોવિડ ગાઇડલાઇનનો ચુસ્‍તપણે અમલ થાય તે માટે સતત ચેકિંગ ચાલુ રાખવા પણ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત જિલ્લામાં સૌથી વધુ કેસ, સૌથી ઓછા કેસ, કેટલા કન્‍ટેઇન્‍ટમેન્‍ટ, કયું કન્‍ટેઇન્‍ટમેનટ નાનું, કેસો વધવાના કારણો, કેસો ઘટાડવા શું કરી શકાય વગેરે બાબતોને ધ્‍યાને લઇ નોડલ અધિકારીઓને જાતે રીવ્‍યુ કરવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે તમામ તાલુકા હેલ્‍થ ઓફિસરોને તાલુકાની આરોગ્‍ય વિષયક બાબતો અંગે નોડલ અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્‍યું હતુ. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, પ્રાયોજના વહીટદાર બી.કે.વસાવા, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વાય.ડી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Latest Stories