વલસાડ : કોર્ટ ખાતે વલનેરેબલ વિટનેશ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ કારીયા

New Update
વલસાડ : કોર્ટ ખાતે વલનેરેબલ વિટનેશ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ કારીયા

સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર દેશભરમાં સંવેદનશીલ

સાક્ષી કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્નાં છે. ખાસ કરીને પોક્સો કેસમાં બાળ સાહેદોને

કોર્ટનો ભય રાખ્યા વગર જુબાની આપે અને તેઓને સારું વાતાવરણ મળી રહે તે હેતુસર

ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર વલસાડ જિલ્લા કોર્ટની બિલ્ડિંગમાં ગુજરાત

હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બી.એન.કારીયાના વરદ હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું

ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

publive-image

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બી.એન.કારીયાએ

પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અવસરે

વલસાડ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ પી.જી.ગોકાણી, વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.એન.પટેલ, કાર્યપાલક ઇજનેર એમ.એમ.ચૌધરી, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય અને અગ્રણી વકીલ

પી.ડી.પટેલ, વલસાડના ત્રણેય બાર

એસોસીએશનના પ્રમુખ તથા સીનિયર, જુનિયર વકીલો મોટી

સંખ્યામાં હાજર રહ્ના હતા.

સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખોલવા પાછળનો શુભ

હેતુ એવો છે કે, બાળકો નિર્ભયતાથી

અને કોઇ પણ ડર રાખ્યા વગર સાહેદી આપી શકે અને બાળકોને ખાસ વાતાવરણ મળી રહે તે માટે

આ કેન્દ્રમાં રમકડાં પણ મૂકાયાં છે. બાળકો માટે ફ્રીજ, ઓવન, અને ઇન્ડકશન કોઇલ જેવી સુવિધાઓ રાખવામાં આવી છે, જેથી બાળ સાહેદોને પૌષ્ટિક નાસ્તો મળી રહે. આ

કેન્દ્રની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે, સાક્ષીને આરોપી અને કોર્ટ જાવા ન મળે અને તે રીતે કેમેરા મારફતે સાહેદોની

જુબાનો નોંધાય, જેથી બાળ સાહેદોને

કોઇ જાતનો ભય ન રહે.

વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સચિવ

એમ.બી.ઘાસુરાએ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ સુચારુ

આયોજન કર્યું હતું. વલસાડ માર્ગ અને મકાન વિભાગના અધિકારી/ કર્મચારીઓએ રાત-દિવસ

મહેનત કરી વીટનેશ સેન્ટર તૈયાર કરવામાં સહકાર આપ્યો હતો. વલસાડ કોર્ટના સ્ટાફગણ, વકીલોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વલસાડ બાર એસોસીએશનના તમામ વકીલોએ પણ સારો પ્રતિભાવ આપ્યો હતો.

આ ઉદઘાટન કેન્દ્રના ઉપક્રમે વલસાડ જિલ્લા સરકારી વકીલ

એ.આર.ત્રિપાઠી, તમામ એડીશનલ અને

આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર, વલસાડ લૉ કૉલેજના

આચાર્ય મણિયાર વલસાડ જિલ્લાના તમામ ન્યાયાધીશો હાજર રહ્ના હતા.

Latest Stories