/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/23152815/maxresdefault-299.jpg)
વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારના મણિનગર ખાતે આવેલ બેકરીના સંચાલક પર પાડોશી ફરસાણની દુકાનના સંચાલક દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 2 વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગત મંગળવારના રોજ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ હતો. તે દરમ્યાન વીજ કંપનીએ સાંજના સમયે વીજ પ્રવાહ પુનઃ શરૂ કર્યો હતો. જે બાદ મોગરાવાડી વિસ્તારની સુપર લક્કી બેકરીના સંચાલક દ્વારા પોતાની બેકરી ખોલી બેકરીમાં કામ કરવાનું શરૂ કરાયું હતું. બેકરીમાં કામ શરૂ થતાં મશીનના અવાજથી પાડોશીએ મશીન બંધ કરવા માટે જાણ કરી હતી. જોકે બેકરી સંચાલક દ્વારા આખો દિવસ લાઈટ બંધ હોવાના કારણે બેકરીનું કામ બાકી હતું, ત્યારે થોડી વાર કામ ચાલુ રાખવાનું કહેતા બેકરી સંચાલક અને પાડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જોકે થોડીવાર બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ ત્યારબાદ રાત્રિના સમયે વાત વાતમાં ઉશ્કેરાઈ જઈ બન્ને દુકાનના સંચાલક વચ્ચે મારમારી થઈ હાથી. જેમાં સુપર લક્કી બેકરીના સંચાલક તથા અન્ય એક વ્યક્તિ ઉપર ઇટ, લાકડી સહિતના હત્યારો વડે જીવલેણ હુમલો કરાયો હતો. બનાવની જાણ વલસાડ સીટી પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.