વલસાડ : શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન-ધરમપુર દ્વારા કોરોનાના દર્દીઓ માટે આવશ્‍યક દવાઓ કલેક્‍ટર કચેરી ખાતે અર્પણ કરાઇ

વલસાડ : શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન-ધરમપુર દ્વારા કોરોનાના દર્દીઓ માટે આવશ્‍યક દવાઓ કલેક્‍ટર કચેરી ખાતે અર્પણ કરાઇ
New Update

રાજયકક્ષાના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઇ પાટકરને શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન ધરમપુર દ્વારા કોરોનાના દર્દીઓ માટે આવશ્‍યક દવાઓ વલસાડ જિલ્લા માટે અર્પણ કરવામાં આવી હતી.

સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્‍લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજયના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયમંત્રી રમણ પાટકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર થકી સઘન પ્રયાસો થઇ રહયા છે, ત્યારે કલેક્‍ટર કચેરી ખાતે મંત્રી પાટકરને શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર આશ્રમ ધરમપુર દ્વારા વલસાડ જિલ્‍લાના ગ્રામીણ વિસ્‍તારોમાં કોવિડ-૧૯ના સંક્રમણથી લોકોને બચાવવા કોરોનાના દર્દીઓ માટે રૂ. ૫૮ લાખની કોરોનાની દવાઓ જરૂરિયાતમંદો માટે આપવામાં આવી હતી. આ પ્રસંગ્રે વલસાડના સાંસદ ર્ડા. કે.સી.પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્‍ય ભરત પટેલ અને અરવિંદ પટેલ, રાજચંદ્ર આશ્રમના ડૉ. બીજલ પટેલ તેમજ અગ્રણી મહેશ ભટ્ટ હાજર રહયા હતા.

#Valsad #Valsad News #Valsad Collector #Valsad Corona Virus
Here are a few more articles:
Read the Next Article