ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા નહેરૂ યુવા કેન્દ્રની કચેરી ખાતે યુથ કન્વર્સેશન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું.
નહેરૂ યુવા કેન્દ્રના સંયોજક સત્યજીત સંતોષે કેન્દ્રની પ્રવૃતિઓ અને કાર્યો વિશે સવિસ્તર જાણકારી આપી કાર્યક્રમનું મહત્ત્વ સમજાવ્યું હતું. નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવેલા તાલીમવર્ગોના તાલીમાર્થીઓ અને નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્કીલ ડેવલપમેન્ટ, મહિલા સશક્તિકરણ, માર્કેટિંગ અને લીડરશીપની જાણકારી આપી હતી. નહેરૂ યુવા કેન્દ્ર અંતર્ગત અલગ અલગ તાલીમોમાં બનાવાયેલા આર્ટિફિશિયલ જવેલરી અને ટેલરિંગના નમુના રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુથ કલબને સ્પોર્ટ્સ કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક વૈભવી રાઠોડ, દિપીકા પટેલ, શ્વેતા ભોયા, માર્ટિન પટેલ, પ્રિન્સ પટેલ, મનીષ સિંગ, આશા પટેલ, વિરલ પટેલ, અને કલ્પનાથ ચૌહાણનો સહયોગ રહયો હતો. આ કાર્યક્રમમાં ફૂડ એન્ડ ન્યુટ્રીશન બોર્ડ વલસાડના પ્રકાશ પટેલ, બિઝનેસ વુમન સભ્ય નિધિ ભટ્ટ, ઉત્કર્ષ મહિલા એસોસિયેશનના વૈશાલી પ્રજાપતિ, સફલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન જીવેશ પટેલ, એનાર્ડે ફાઉન્ડેશનના મનીષા પટેલ, ફૂડ એન્ડ ન્યુટ્રીસન બોર્ડના દિવ્યેશભાઈ, સફલ ચેરીટેબલ ટ્રસ્ટના ફરહા શેખ, નહેરુ યુવા કેન્દ્ર વલસાડના એકાઉન્ટન્ટ અનિલ કુમાર, ઉત્કર્ષ મહિલા એસોસિએશનના પ્રોજેક્ટ કોર્ડિનેટર રાજેશ પ્રજાપતિ તેમજ ટ્રેઇનર પારૂલ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.
