શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી રાધા-કૃષણનાં અવતારમાં જોવા મળ્યાં

જેમ કોઈ સુંદર મૂર્તિને અદ્ભુત કલાકારીગરીથી કંડારવામાં સમય લાગે અને જ્યારે અમુક સમય પછી એ મૂર્તિ પરથી આપણી નજરનાં હટે એ જ રીતે બે વર્ષની અથાગ મહેનત પછી વાણી મ્યુઝિકે “વ્હાલો લાગે ” ગીતને ખૂબ જ સુંદર શબ્દ, સૂર, તાલ અને લય સાથે પ્ર્સ્તુત કર્યું છે. ઐશ્વર્યા મજમુદાર અને દિવ્યકુમારનાં મધુર કંઠે ગવાયેલ આ ગીતનાં લોકો બન્યાં ચાહકો. વાણી મ્યુઝીક તેમજ અંકિત પાઘડાળ દ્વારા આ ગીતને પ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે. સંદિપા ઠેસિયાએ પોતાના સુંદર વિચારોથી રાધા-કૃષ્ણનાં પ્રેમને અનોખાં શબ્દોથી કંડારીને તેમનાં એ પ્રેમને શબ્દોરૂપી વાચા આપી છે. આ ગીતનું મ્યુઝીક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રણય ગીતમાં રાધા-કૃષ્ણનાં અવતારમાં ગુજરાતી મૂવીના અભિનેત્રી શ્રદ્ધા ડાંગર રાધાનાં રૂપમાં તેમજ સોશિયલ મીડિયા અને હિન્દી ગીતો અને વેબ-સીરિઝનાં એકટર ભાવિન ભાનુશાલી એ કૃષ્ણનાં અવતારમાં નજરે પડે છે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખીયાએ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓડેદરાએ કરેલી છે.

પ્રેમ એ એક એવી પરિભાષા છે કે જે ક્યારેક શબ્દોથી તો ક્યારેક મૌનથી દર્શાવી શકાય છે. જે કદાચ બોલીને વ્યક્ત કરવા કરતાં પણ બે પ્રેમીઓ માટે લાગણીને આપલે કરવા માટેનો એક સુંદર રસ્તો છે. આ પ્રણય ગીતમાં રાધાના પ્રેમ અને શબ્દો કરતાં મૌન અને આંખોથી વાત કરતો બતાવ્યો છે. જ્યારે કોઈ પ્રેમને મૌન અને આંખોથી દર્શાવવામાં આવે ત્યારે એ પ્રેમની પરિભાષા કંઈક અલગ જ હોય છે અને આ “વ્હાલો લાગે”ગીતમાં જોવા મળે છે. આ ગીતને સોશિયલ મીડિયા પર સારો પ્રતિભાવ મળ્યો છે. નટખટ અને ગોપીઓના ટોળામાં રાસ રમતો કાનો રાધાને પજવે છે અને પોતાના પ્રેમને પોતાની આંખોથી વ્યક્ત કરે છે.

પ્રેમ ભરેલું પ્રણય ગીત”વ્હાલો લાગે”એ વાણી મ્યુઝીક નામની યૂટ્યૂબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. શબ્દો અને સંગીતના મધુર તાલ પર નાચતા રાધા-કૃષ્ણ અને દરેક પળે નટખટ કાનાને શોધતી રાધાની આંખો એ આ ગીતને વધુ સુંદર બનાવે છે. શાંત રાધાને નટખટ કાનાની આ પ્રેમ કહાની અહીં એક અનોખા રૂપમાં જોવા મળશે.આ ગીત તમે વાણી મ્યુઝીક પર આવી ગયું છે.