વિજય માલ્યાએ ટ્વિટ કરીને બેન્કોને વ્યાજ સિવાય બાકી નિકળતી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી.

દેશની અનેક બેંકોને ચુનો લગાવી વિદેશ ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ બેંકોને બાકી નીકળતી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આ રકમ ચુકવી દેશે પણ તેનું વ્યાજ નહીં ચુકવે. આ અગાઉ  કર્ણટક હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેના પર કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યુ નથી. માલ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે, ભારતમાં મીડિયા અને નેતાઓએ મને ગુનેગાર બનાવ્યો છે.

વધુમાં ટ્વિટમાં માલ્યાએ કહ્યું છે કે, તે તમામ બેંકના નાણા ચુકવવા તૈયાર છે. ત્રીસ વર્ષ સુધી ભારતમાં કારોબાર કર્યો અને અનેક રાજ્યોને મદદ કરી છે. આ ઉપરાંત માલ્યાએ અગસ્ટાવેસ્ટ લેન્ડના વચેટીયા મિશેલના ભારત પ્રત્યાર્પણ મામલે માલ્યાએ જણાવ્યુ હતુ કે, મારો અને મિશેલનો મામલો અલગ છે.

ફ્રોડ અને મની લોડ્રીંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાએ કહ્યું કે તે બેંકો માટે લોનની મૂળ રકમ પરત આપવા માટે તૈયાર છે. તેમણે બેંકો અને સરકારને તે લેવાનો આગ્રહ કર્યો છે. આજે સવારે એક બાદ એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે ‘રાજનેતા અને મીડિયા સતત મોટા બૂમબરાડા સાથે હું ડિફોલ્ટર હોવાની વાત કરી રહ્યા છે જો કે સાર્વજનિક બેંકોના પૈસા લઇને ભાગી ગયો છું. આ વાત ખોટી છે. મને યોગ્ય તક આપવામાં આવતી નથી અને મોટા અવાજે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ માર સમગ્ર સેટેલમેંટવાળી વાતને ઉંચા અવાજે કેમ કહેવામાં આવતી નથી.. આ દુખદ છે.”

LEAVE A REPLY