અંકલેશ્વર બોરભાઠાની રામનગર સોસાયટીમાં રહેતી 29 વર્ષીય પરિણીતા અંજુદેવી પ્રજાપતિને ગત 18 મે ના રોજ વોટ્સએપ કોલ આવ્યો હતો. યુનિયન બેંકનું એકાઉન્ટ ફ્રીઝ ન થઈ જાય તે માટે તેઓએ ઠગને વોટ્સએપ પર આધારકાર્ડ મોકલી આપ્યો હતો. બીજા દિવસે ફરી તેમના મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ કુરિયર બોય બોલ રહા હું, આપકા પાર્સલ આયા હે કહ્યું હતું. પરિણીતાએ સામાનમાં શુ છે પૂછતાં જ, ભેજાબાજે 20 લાખ રોકડા, 16 લાખની જવેલરી અને 20 સાડીઓનું કહેતા મહિલા લલચાઈ હતી.
પોતાનું એડ્રેસ અને આ પાર્સલ માટે ઠગે મોકલેલ કયુઆર કોડ પર ચાર્જીસ ભરવા સગાઓ પાસે ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. લાલચમાં મહિલાએ અલગ અલગ કયુઆર કોડ પર 19 વખત ટ્રાન્ઝેક્શનમાં ₹1.41 લાખ ગુમાવી દીધા હતા. પતિ હરીકેશકુમારને પત્ની લાલચમાં સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું માલુમ પડતા, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
