-
ભરૂચ કલેકટરને કરવામાં આવી રજુઆત
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
સીપીપીએલ કંપનીમાં કામદારોની રજુઆત
-
વિવિધ લાભ ન મળતા હોવાના આક્ષેપ
-
પ્રશ્નોના નિરાકરણની માંગ
ભરૂચ: ઝઘડિયાની સીપીપીએલ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોએ પડતર પ્રશ્ને કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચની ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ વિવિધ પડતર માંગણીઓને મુદ્દે કલેકટરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું ગુજરાત | સમાચાર
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 11,12 અને 15 વર્ષથી કામ કરતા કામદારોને ટ્રાવેલિંગ સુવિધા આપવામાં આવતું નથી. જે આપવામાં આવે, ફેમીલી વીમો,મેડિકલ સહાય આપવામાં આવે,રજા લેતા કામદારોને ફરી નોકરી પર લેતા નથી,પગાર સ્લીપ આપવામાં આવે,કોન્ટ્રાક્ટરના કામદારોને પણ કેન્ટીનમાં શુદ્ધ આહાર આપવામાં આવે,પીવાના પાણીની વ્યવસ્થા,પગાર વધારો સહિત 17 માંગણીઓ કરવામાં આવી છે.આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
