કોરોના કાળમાં સેવાની સુવાસ ફેલાવનાર પ્રવીણ રામની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે લીધી નોંધ

New Update
કોરોના કાળમાં સેવાની સુવાસ ફેલાવનાર પ્રવીણ રામની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે લીધી નોંધ

સફળ આંદોલન અને સેવાકીય પ્રવૃત્તિઓની ગુજરાતમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવિણ રામનો ચહેરો તમામ ગુજરાતીઓની સમક્ષ આવે, આંદોલનકારી પ્રવિણ રામ છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં યુવાનો માટે, ખેડૂતો માટે, કર્મચારીઓ માટે, આશા અને આંગળવાડી બહેનો માટે હરહંમેશ અવાજ ઉઠાવતા આવ્યા છે, અને માત્ર અવાજ નહી પરંતુ પરિણામ સુધી લડત ચલાવી લોકોને એમનો હક્ક પણ અપાવ્યો છે.

publive-image

પ્રવિણ રામનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના નાનકડા એવા ઘુંસિયા ગામમાં થયો છે, ત્યારબાદ શિક્ષણ અર્થે બહાર નીકળતા એમની સેવાકીય પ્રવૃત્તિઓની શરૂવાત થઈ , પ્રવીણભાઈ રામે સૌપ્રથમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે લડત ચલાવી બિનકાયદેસર ચાલતા 6000 મેડિકલ સ્ટોર બંધ કરાવ્યા ,ત્યારબાદ ફિક્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી ,આશા અને આંગળવાડી કર્મચારી માટે લડત ચલાવી લાખો યુવાનોને એમનો હક્ક અપાવ્યો, ત્યારબાદ ઇકોઝોન માટે ,ખેડૂતોની અન્ય માંગણીઓ માટે અનેક વાર લડત ચલાવી. બેરોજગાર યુવાનો માટે ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો, આમ આંદોલનના માર્ગે ગુજરાતના તમામ વર્ગના લોકોનું નેતૃત્વ કરી ન્યાય તો અપાવ્યો પરંતુ સાથે સાથે એમણે એમના એક પણ આંદોલનમાં સરકારી સંપતિને નુકશાન ના પહોચાડી અને રાષ્ટપ્રેમના દર્શન કરાવ્યા એ ખૂબ જ મહત્વની બાબત છે.

માત્ર આંદોલન જ નહિ પરંતુ સેવાકીય પ્રવૃત્તિમાં પણ પ્રવીણભાઇ રામ પાછળ રહ્યા નથી, ગુજરાતમાં જ્યારે જ્યારે આફત આવી ત્યારે પણ પ્રવીણભાઇ રામ અને એમની ટીમ દ્વારા ખૂબ મોટાપાયે સેવાકાર્ય કરવામાં આવ્યા , અમરેલી પુર હોનારતમાં એમની સંપૂર્ણ ટીમ સેવાકાર્યમાં લાગી ગઈ હતી તેમજ કોરોનાનાં કપરા કાળમાં પણ પ્રવીણભાઇ રામ દ્વારા અને એમની ટીમ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવી, ઓકસીઝન ના બાટલાનું વિનામૂલ્યે વિતરણ, મીથીલીન બ્લુનુ વિના મૂલ્યે વિતરણ જેવા અનેક સેવાકીય કાર્ય કરી પોતાની ફરજ અદા કરી અને સાથે સાથે તાઉતે વાવાઝોડા માં અસરગ્રસ્ત લોકો માટે રાશન કીટ, ઘાસચારો વિનામૂલ્યે મોકલી અસરગ્રસ્ત લોકોની એમના દ્વારા સેવા કરવામાં આવી રહી છે. ત્યારે લાંબા સમય બાદ સફળ આંદોલનકારી અને યુવા નેતા પ્રવીણભાઇ રામની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રવીણભાઇ રામને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું.

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.

Latest Stories