Connect Gujarat
દુનિયા

ભારતીય કફ શિરપ પીવાથી 18 બાળકોના મોત, ઉઝબેકિસ્તાનનો મોટો આરોપ..!

મધ્ય એશિયા દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, બાળકોને કફ સિરપ પીધું હતું,

ભારતીય કફ શિરપ પીવાથી 18 બાળકોના મોત, ઉઝબેકિસ્તાનનો મોટો આરોપ..!
X

ફરી એકવાર ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીની કફ સીરપ શંકાના દાયરામાં આવી છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં ઉત્પાદન થતી એક ભારતીય કંપનીની દવાના કારણે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હોવાનો દાવો ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. આ આરોપો બાદ ભારત સરકારે પણ તપાસ શરૂ કરી છે.

મધ્ય એશિયા દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, બાળકોને કફ સિરપ પીધું હતું, તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ડોક-1 મેક્સ સીરપ હતું. ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો આ મામલો એ ઘટના બાદ સામે આવ્યો છે, જ્યારે આફ્રિકન દેશ ગામ્બિયામાં આ જ દવા પીવાથી 66 બાળકોના મોતના સમાચાર આવ્યા હતા. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, જે સીરપ પીવાથી 18 બાળકોના મોત થયા હતા, તે ભારતીય ફાર્માસ્યુટિકલ ફર્મ મેરિયન બાયોટેક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી. મેક્સ (Doc-1 Max) એ કફ સિરપ હતું. મંત્રાલયના નિવેદન અનુસાર, લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં ભારતીય કફ સિરપમાં દૂષિત ઇથિલિન ગ્લાયકોલની હાજરી મળી આવી હતી. Doc-1 Max કફ સિરપ નોઇડાની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. 18 બાળકોના મૃત્યુ બાદ કુરમેક્સ મેડિકલના અધિકારીઓ સામે પણ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉઝબેકિસ્તાનના મીડિયા અનુસાર, લેબ ટેસ્ટ દરમિયાન આ કફ સિરપમાં કેમિકલ ઇથિલિન ગ્લાયકોલ મળી આવ્યું હતું. આ કેમિકલ મળ્યા બાદ હરિયાણાની મેઇડન ફાર્મા સામે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે ગામ્બિયામાં 70 બાળકોના મોત માટે જવાબદાર હોવાનું કહેવાય છે. જોકે, તપાસ બાદ ભારત સરકારે WHOને કહ્યું છે કે, કંપની પાસેથી લીધેલા તમામ સેમ્પલ તપાસમાં સાચા જણાયા છે.

Next Story