ઇઝરાયલમાં ઈરાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઇઝરાયલના 7 નાગરિકોની ધરપકડ !

ઇઝરાયલમાં ઈરાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઇઝરાયલના 7 નાગરિકોની ધરપકડ કરવામાં આવી,બે વર્ષ સુધી ઈરાન માટે જાસૂસી કરવાનો અને તેમના માટે ઘણા કામો કરવાનો આરોપ

New Update
Screenshot_2024-10-23-07-45-41-34_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

ઇઝરાયલમાં ઈરાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઇઝરાયલના 7 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ, તેમના પર બે વર્ષ સુધી ઈરાન માટે જાસૂસી કરવાનો અને તેમના માટે ઘણા કામો કરવાનો આરોપ છે.ઇઝરાયલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સૌથી ગંભીર કેસોમાંનો એક છે. આ માટે તેમને મોતની સજા થઈ શકે છે. આ તમામ આરોપીઓ હૈફા અથવા ઉત્તર ઇઝરાયલના રહેવાસી છે. આમાં એક સૈનિક પણ સામેલ છે જે થોડા વર્ષો પહેલા સેનામાંથી ચાલ્યો ગયો હતો.

આ સિવાય 16-17 વર્ષના બે સગીર પણ આરોપીઓમાં સામેલ છે. તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી.અધિકારીઓએ જણાવ્યું કે તેમણે બે વર્ષમાં લગભગ 600 મિશન પૂર્ણ કર્યા. તેમનું કહેવું છે કે આરોપીઓ પૈસાના લોભ માટે ઈરાન માટે ગુપ્ત માહિતી મેળવતા હતા. તેઓએ ઈરાનને ઈઝરાયેલના સૈન્ય મથકો અને પરમાણુ હથિયારો અને દારૂગોળાની માહિતી આપી છે. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ઈરાને ઇઝરાયલમાં પણ ઘણી જગ્યાએ હુમલા કર્યા હતા.

Latest Stories