સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીક 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઉડયું !

અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઊડતું જોવા મળ્યું હતું.

New Update
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઊડતું જોવા મળ્યું હતું. આ બેનર હિન્દુ અમેરિકન જૂથ દ્વારા ફરકાવવામાં આવ્યું હતું.બાંગ્લાદેશી હિંદુ સમિતિના સભ્ય સિતાંંગશુ ગુહાએ જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશમાં હિંદુઓ લુપ્ત થવાના આરે છે. અમને આશા છે કે અમારા પ્રયાસોથી જાગૃતિ આવશે અને યુએન ઉગ્રવાદી ઇસ્લામિક દળો સામે પગલાં લેશે. જો બાંગ્લાદેશમાંથી તમામ હિંદુઓને ખતમ કરી દેવામાં આવશે.

અફઘાનિસ્તાન 2.0. ત્યાંના આતંકવાદીઓ ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગશે."બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિંદુઓ પર હુમલા વધી ગયા છે. તાજેતરમાં બહાર આવેલા અહેવાલો અનુસાર, 2 લાખ હિંદુઓ વિરુદ્ધ હિંસા, અપહરણ, લિંચિંગ અને સંપત્તિ જપ્ત કરવાના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે.

Latest Stories