ચીનમાં મોલમાં આગ લાગતાં સર્જાઈ મોટી દુર્ઘટના

આગની લપેટમાં આવતાં 16 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.

chin
New Update

ચીનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. દક્ષિણ પશ્ચિમ શહેર જિગોંગમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી.

આગની લપેટમાં આવતાં 16 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.

 આગ લાગવાની જાણકારી મળતાં જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનેક ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.

સ્થાનિક લોકોની પૂછપરછ બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કન્સ્ટ્રક્શનની કામગીરીને કારણે આગ ભડકી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. 

#Fire #mall #China
Here are a few more articles:
Read the Next Article