અદાણી ગ્રુપે ઈઝરાયેલના પૂર્વ રાજદૂતને સોંપી મોટી જવાબદારી, આ દેશમાં કંપનીનું કામ સંભાળશે

ભારતમાં ઈઝરાયેલના ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ માહિતી આપી હતી કે તેમણે હાઈફા પોર્ટ કંપની (HPC)ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

અદાણી ગ્રુપે ઈઝરાયેલના પૂર્વ રાજદૂતને સોંપી મોટી જવાબદારી, આ દેશમાં કંપનીનું કામ સંભાળશે
New Update

ભારતમાં ઈઝરાયેલના ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ માહિતી આપી હતી કે તેમણે હાઈફા પોર્ટ કંપની (HPC)ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ હાઈફા પોર્ટ અદાણી ગ્રુપનું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) અને ઇઝરાયેલના ગેડોટ ગ્રૂપના કન્સોર્ટિયમે ગયા વર્ષે જુલાઇમાં ઇઝરાયેલના વ્યૂહાત્મક બંદર હાઇફાનું ખાનગીકરણ કરવા USD 1.18 બિલિયનનું ટેન્ડર જીત્યું હતું.

મલ્કાએ ટ્વીટ કર્યું, 'અદાણી ગ્રુપ વતી આજે હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળીને હું સન્માનિત છું. પોર્ટના સ્ટાફના સમર્પણ સાથે અદાણી અને ગેડોટનો અનુભવ અને કુશળતા હાઈફા પોર્ટને નવા સ્તરે લઈ જશે.'

#former ambassador to Israel #major responsibility #World #BeyondJustNews #Connect Gujarat #Adani Group #company's work
Here are a few more articles:
Read the Next Article