આફ્રિકા: કોંગોમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું, 170 લોકોના મોત

પૂર્વી ડીઆરસી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ પૂરને કારણે 170થી વધુ લોકોના મોત થયા છે.

New Update
આફ્રિકા: કોંગોમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું, 170 લોકોના મોત

પૂર્વી ડીઆરસી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ પૂરને કારણે 170થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે (5 મે) કિવુ પ્રાંતના અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ મુશળધાર વરસાદને કારણે કિવુ પ્રાંતના પડોશમાં સ્થિત રવાંડામાં પણ ડઝનેક લોકોના મોત થયા છે.

દક્ષિણ કિવુના ગવર્નર થિયો નગ્વાબિજેએ જણાવ્યું હતું કે કાલેહે ક્ષેત્રમાં અને રવાન્ડાની સરહદ નજીક કિવુ તળાવમાં ડઝનેક લોકો ગુમ થયા છે. કિવુ પ્રાંતમાં આવેલા પૂરના કારણે સેંકડો ઘરો પણ ધોવાઈ ગયા છે. દક્ષિણ કિવુ પ્રાંતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે માહિતી આપી હતી કે પૂરના કારણે કુલ 170 લોકોના મોત થયા છે અને 100 લોકો ગુમ છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે નદીઓના કાંઠા ધોવાઈ ગયા છે બુશુશુ અને ન્યામુકુબી ગામોમાં પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ કિવુના ગવર્નર થિયો નગ્વાબિડ્ઝે કાસીએ મૃતકોની સંખ્યા 176 પર મૂકી અને કહ્યું કે અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે. સ્થાનિક નાગરિક સમાજના સભ્ય કાસોલ માર્ટિને જણાવ્યું હતું કે ઘણા મૃતદેહો મળી આવ્યા છે. લોકો ખુલ્લામાં સૂઈ રહ્યા છે, શાળાઓ અને હોસ્પિટલો ધોવાઈ ગયા છે.

Latest Stories