New Update
/connect-gujarat/media/media_files/2025/01/30/1gjSuiKwUxMfr6AMZhlX.jpg)
અમેરિકાનું એક એડવાન્સ્ડ ફાઇટર પ્લેન F35 અલાસ્કામાં ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાં પહેલાં પાઇલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો. અલાસ્કાના એયેલ્સન એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર, સવારે 3:19 વાગ્યે (મંગળવારે સ્થાનિક સમય અનુસાર 12:49 વાગ્યે) થઈ હતી.
એરફોર્સની 354મી ફાઈટર વિંગના કમાન્ડર કર્નલ પોલ ટાઉનસેન્ડે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન પાઈલટને એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનને અકસ્માત નડ્યો હતો.અકસ્માત બાદ પાઇલટ સુરક્ષિત છે. તે સિંગલ સીટર ફાઈટર પ્લેન હતું, જેમાં એક જ પાઈલટ હતો.F-35 ફાઇટર એરક્રાફ્ટ 5મી પેઢીનું એરક્રાફ્ટ છે. એનું ઉત્પાદન લોકહેડ માર્ટિન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્લેનનું ઉત્પાદન 2006થી શરૂ કરવામાં આવ્યું હતું. 2015થી એ યુએસ એરફોર્સનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે

Latest Stories