Connect Gujarat
દુનિયા

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન કોરોના પોઝિટિવ, 2 દિવસ બાદ G 20 સમિટમાં ભાગ લેવા આવવાના હતા ભારત....

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા.

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન કોરોના પોઝિટિવ, 2 દિવસ બાદ G 20 સમિટમાં ભાગ લેવા આવવાના હતા ભારત....
X

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા. આ પહેલા બંનેના કોવિડ રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. જેમાં ફર્સ્ટ લેડી જીલ બાયડનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે રાષ્ટ્રપતિ બાયડનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, અમેરિકી કાર્યાલય અનુસાર, ફર્સ્ટ લેડી જીલ બાયડનને કોવિડના કોઈ લક્ષણો નથી. આ દરમિયાન તે ડેલવેરમાં તેના નિવાસસ્થાને રહેશે. તેમના સંચાર નિર્દેશકે એક નિવેદનમાં કહ્યું કે, વ્હાઇટ હાઉસ મેડિકલ યુનિટે નજીકના લોકોને આ અંગે જાણ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન 7મી સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના હતા. વ્હાઇટ હાઉસથી મળતી જાણકારી મુજબ જો બાયડન 8મી સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજશે. ત્યારબાદ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G-20 શિખર મંત્રણામાં ઉપસ્થિત રહેશે જ્યાં પ્રમુખ G-૨૦ના અન્ય સભ્યો સાથે વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રયત્નો કરશે જ્યાં સ્વચ્છ ઊર્જા, તરફ વાળવા વિષે વિચારોનું આદાનપ્રદાન થશે, સાથે ઋતુ પરિવર્તનોનો સામનો કઈ રીતે કરવો તેની ઉપર ધ્યાન અપાશે.

Next Story