બ્રિટનમાં ડાન્સ કલાસમાં 3 બાળકીઓને ચાકુ મારનાર 18 વર્ષીય યુવાનને કોર્ટે 52 વર્ષની સજા ફટકારી

બ્રિટનમાં ડાન્સ ક્લાસમાં ત્રણ છોકરીઓને ચાકુ મારનાર છોકરાને કોર્ટે 52 વર્ષની સજા ફટકારી છે. ગુનેગાર એક્સેલ રૂદાકુબાના પર હત્યા ઉપરાંત હત્યાના પ્રયાસના

New Update
britin

બ્રિટનમાં ડાન્સ ક્લાસમાં ત્રણ છોકરીઓને ચાકુ મારનાર છોકરાને કોર્ટે 52 વર્ષની સજા ફટકારી છે. ગુનેગાર એક્સેલ રૂદાકુબાના પર હત્યા ઉપરાંત હત્યાના પ્રયાસના 10 કેસ પણ ચાલી રહ્યા હતા.ગુરુવારે સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે તેને સૌથી ગંભીર અપરાધો પૈકીનો એક ગણાવ્યો હતો.

Advertisment

ન્યાયાધીશ જુલિયન જુઝે કહ્યું કે 18 વર્ષીય એક્સેલ રુદાકુબાના નિર્દોષ છોકરીઓની સામૂહિક હત્યા કરવા માંગતો હતો. તેમણે કહ્યું કે દોષિતને કસ્ટડીમાં ગાળેલા છ મહિના સિવાય 52 વર્ષની સજા ભોગવવી પડશે.લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં 29 જુલાઈની સાંજે એક્સેલ રૂડાકુબાનાએ ઘણી છોકરીઓ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એલિસ દા સિલ્વા અગુઆર (9 વર્ષ), એલ્સી ડોટ સ્ટેનકોમ્બ (7 વર્ષ) અને બેબે કિંગ (6 વર્ષ)ના મોત થયા હતા અને લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના બાળકો હતા. તેમની ઉંમર 7 થી 13 વર્ષની વચ્ચે હતી

Latest Stories