Connect Gujarat
દુનિયા

અમેરિકામાં થઈ ભારતીય વિદ્યાર્થીની હત્યા, આંધ્રપ્રદેશના સાઈશ વીરાને હુમલાખોરે ગોળી મારી

આંધ્રપ્રદેશના એલુરુનો રહેવાસી 24 વર્ષીય સાઈશ વીરા અભ્યાસની સાથે ગેસ સ્ટેશન પર કામ કરતો હતો.

અમેરિકામાં થઈ ભારતીય વિદ્યાર્થીની હત્યા, આંધ્રપ્રદેશના સાઈશ વીરાને હુમલાખોરે ગોળી મારી
X

અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ આરોપીને શોધી રહી છે. હાલ હુમલાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસનું કહેવું છે કે આ મામલો ચોરી સાથે સંબંધિત હોઈ શકે છે. આંધ્રપ્રદેશના એલુરુનો રહેવાસી 24 વર્ષીય સાઈશ વીરા અભ્યાસની સાથે ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. અહીં જ તેને ગોળી વાગી હતી. સાઈશ નવેમ્બર 2021માં અમેરિકા આવ્યો હતો. તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન 10 દિવસ પછી પૂરું થવાનું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના 20 એપ્રિલે ઓહાયોના કોલંબસ શહેરમાં બની હતી.

એક અધિકારીએ કહ્યું- અમને બપોરે 12:50 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) સમાચાર મળ્યા કે એક ગેસ સ્ટેશન પર ગોળીબાર થયો છે. જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે 24 વર્ષીય ભારતીય જમીન પર પડ્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ગોળીઓના નિશાન હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ અડધા કલાક પછી લગભગ 1:27 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.

Next Story