આફ્રિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર હુમલો,જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ

આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે

New Update
આફ્રિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર હુમલો,જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ

વડોદરાના કરજણ તાલુકાનાં સાંસરોદ ગામના વતની પરિવાર ઉપર લૂંટના ઇરાદે આફ્રિકાના વેન્ડા ટાઉનમાં નિગ્રો લૂંટારુઓએ હુમલો કરતાં ગંભીર ઇજાને પગલે યુવાનને સારવાર માટે ખસેડયો હતો

આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા ભરુચ જિલ્લાના એક યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવ્યા બાદ શનિવારે ફરી આફ્રિકાના વેન્ડા ટાઉનમાં મૂળ કરજણના સાંસરોદ ગામના વતની યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે જેમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ દુકાનમા પ્રવેશ કરી પરિવાર ઉપર બંદૂક તાંકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાતી યુવાન દુકાન બાદ આવી જતાં તેણે નિગ્રો લૂંટારુઓને પકડવાની કોશિશ કરતાં લુટારુઓએ યુવાન ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતા લૂંટની સમગ્ર ઘટના દુકાનમા લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.વિદેશમાં ગુજરાતીઓ પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે.

Latest Stories