Connect Gujarat
દુનિયા

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા, કરછના 20 વર્ષીય યુવાનને ઉતારાયો મોતને ઘાટ

વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા, કરછના 20 વર્ષીય યુવાનને ઉતારાયો મોતને ઘાટ
X

વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય કચ્છ મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે.

ઈન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના કોરિયન રૂમમેટ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, વરુણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ચિમ બાજુના મેકકચિયન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. NBC ન્યૂઝે સ્કૂલ પોલીસ વડાને ટાંકી આ માહિતી આપી છે. પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ 12:45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે, કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેકકચિયન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. બુધવારે ઘણા લોકો એ તેની ચીસો સાંભળી હતી. જણાવી દઈએ કે છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સ અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, છેડા નું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઈજાઓથી થયું હતું. છેડાના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે છેડા મંગળવારે રાત્રે ઓનલાઇન ગેમ રમી રહ્યો હતો અને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તેના રૂમમાંથી ચીસો નો અવાજ સંભળાયો. પોલીસ અધિકારી વિયેટ જણાવ્યું હતું કે 22 વર્ષીય શાને 911 પર કોલ કર્યા ના મિનિટ પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો

Next Story