રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો અને કહ્યું કે ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ હુમલા સાથે સીધા જોડાયેલા ચાર આતંકવાદીઓને યુક્રેન જતી વખતે પકડવામાં આવ્યા હતા. મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં એક કોન્સર્ટમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો અને શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ઓછામાં ઓછા 133 લોકો માર્યા ગયા અને 140 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.